Foundation Course ...
Paper Name : Environment Science .
એકમ ૦૧
- પર્યાવરણ અધ્યયન
- પર્યાવરણના અભ્યાસની વ્યાખ્યા
- પર્યાવરણનું કાર્યક્ષેત્ર અને મહત્વ
- પર્યાવરણીય શિક્ષણના ઉદ્દેશો
- પર્યાવરણીય શિક્ષણના સિદ્ધાંતો
- પર્યાવરણ સાથે સંકળાયેલા લોકો
ઉપર દર્શાવેલ મુદ્દાને આવરી લેતો જવાબ ....
૧) પર્યાવરણ એટલે શું ? તેની વ્યાખ્યા આપી તેનું કાર્યક્ષેત્ર અને મહત્વ જણાવો (૧૪)
પ્રસ્તાવના ;
"પ્રકૃતિએ ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે "
આ વિધાનમાં સત્યજ કેહવાયું છે કે પ્રકૃતિ યે ઈશ્વર તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે.
આપણે સો પર્યાવરણના સંતાનો છીએ . આ પર્યાવરણ ન હોત તો આપણું ભાગ્યેજ અસ્તિત્વ હોત એવું કેહવાય છે . પર્યાવરણથી જ આપણું માનવજીવન ધબકતું રહે છે . માનવ જીવનના અસ્તિત્વ , વિકાસ તેમજ પ્રગતિનું પ્રેકબળ આ પર્યાવરણ જ છે . તો ચાલો આપણે પર્યાવરણ વિશે વિગતે ચર્ચા કરીએ …
- પર્યાવરણનો અર્થ
પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલ છે તે. પર્યાવરણનો શાબ્દિક અર્થ "પરિ" અને "આવરણ " એવો થાય છે. આમ "પરિ એટલે ચારે બાજુ " અને "આવરણ " એટલે " પડ" તેથી " પર્યાવરણ એટલે આપણી ચારેબાજુ રહેલ આવરણ " . ગુજરાતીમાં પર્યાવરણનો શાબ્દિક અર્થ વાતાવરણ થાય છે , પરંતુ અહી વાતા ( હવા ) નહિ પરંતુ તમામ કુદરતી પરિબળો થાય છે . આમ , ટૂંકમાં પર્યાવરણ એટલે
" પરિ - ચારેબાજુ
" આવરણ - પડ
પર્યાવરણ એ પરિ અને આવરણ એમ બે શબ્દોનો બનેલ છે . પર્યાવરણને અંગ્રેજીમાં Environment
- છપર્યાવરણની વ્યાખ્યા
સાદા શબ્દોમાં કહીએ ;
" પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલ એક આવરણ
ઇ . જે રાસ ના મત મુજ;
"પર્યાવરણ એક બાહ્ય શક્તિ છે જે માનવીને પ્રભાવિત કરે છે
આમ "પર્યાવરણ એટલે મુદાવરણ, જલાવરણ , વાતાવરણ અને જીવાવરણ નો સમન્વય
- પર્યાવરણના લક્ષણ ;
- પર્યાવરણ એ એક જટિલ બાબત છે જેમાં માનવ , પશુ , પંખી અને નદી , સરોવર , વૃક્ષ જેવા વન્યજીવો નો સમાવેશ થાય છે
- પર્યાવરણમાં સંપૂર્ણ જૈવિક અને અજૈવિક બાબતોનો સમાવેશ થાય છે .
- પર્યાવરણમાં આપણી આસપાસના બધાજ આવરણોનો સમાવેશ થાય છે.
- પર્યાવરણનો અભ્યાસ ખુબજ વિસ્તૃત છે જેમાં રસાયણ વિજ્ઞાન , ભોતિકવિજ્ઞાન , જીવ વિજ્ઞાન , આંકડાશાસ્ત્ર , અર્થશાસ્ત્ર , મનોવિજ્ઞાન , કમ્પ્યુટર , ભૂગોળ etc .
- પર્યાવરણ એ સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા છે .
- પર્યાવરણ એ એક ઉપયોગી પ્રક્રિયા છે .
- પર્યાવરણનું કાર્યક્ષેત્ર …
પર્યાવરણનું કાર્યક્ષેત્ર એટલે પર્યાવરણમાં સમાવિષ્ઠ બાબતો ..
- મૂદાવરણ…
આ આવરણ એ એક ઘન આવરણ છે . તે સજીવોનો અધારૂપ આવરણ છે . તેના ઘન તત્વમાં ખડક , ખનિજ તત્ત્વો અને માટી મુખ્ય છે . આ ભાગ પર પર્વતો , પ્રદેશો , મેદાનો , ખીણ , કોતરો વગેરે અનેક ભૂમિ સ્વરૂપ આવેલ છે.
- જલાવરણ…
પૃથ્વીની સપાટી પરનું પાણીનું આવરણ એ જલાવરણ છે . તેમાં મહાસાગર , સાગરો , સરોવરો , નદીઓ વગેરે નો સમાવેશ થાય છે . આ આવરણ પર્યાવરણને જીવંત રાખવામાં અતિ મહત્ત્વનો ફાળો આપે છે. એથી જ કેહવાય છે " જળ એ જીવન છે "
- વાતાવરણ …
આ વાયુમય આવરણ છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી દૂર આવેલ છે. જેમાં …
નાઇટ્રોજન ૭૮%
ઓક્સિજન ૨૦%
ઓર્ગન ૦૦.૯૩%
કાર્બન ડાયોક્સાઈડ ૦૦.૦૩%
- જીવાવરણ….
આ આવરણ પૃથ્વીની સપાટી પરના પર્યાવરણનું જીવંત આવરણ છે. જીવારણમાં માનવસહિત પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ નો સમાવેશ થાય છે. જીવાવરણનું સૌથી શક્તિશાળી અંગ માનવ છે . તે સમગ્ર પર્યાવરણને કેન્દ્ર સ્થાને છે. પોતાનું જીવન ટકાવી રાખવામાં માટે માનવીને હવા , પાણી , ભૂમિ , વૃક્ષો , પ્રાણી વગેરે ની જરૂર પડે છે .
- પર્યાવરણ નું મહત્વ
1) ટકાઉ સૃષ્ટિ માટે ;
આજે વિકાસ પૂરતો નથી .વિકાસની સાથે વિકાસ નિરંતર અને કાયમી હોવો જરૂરી છે. આમ ,
" કાયમી અને નિરંતર વિકાસએ ટકાઉ વિકાસ છે "
- પર્યાવરણમાં ટકાઉ વિકાસ જરૂરી છે .
- દા. તા છાણમાંથી કોલસો નીકળીને બળતણ તરીકે ઉપયોગી થાય છે.
2) સમતોલ વિકાસ માટે ;
પર્યાવરણ વિના માનવ , સમાજ કે પ્રાણી સૃષ્ટિનુ અસ્તિત્વ સંભવજ નથી આથી જ પર્યાવરણ અને માનવ વચ્ચે આંતર સંબધ રહેલ છે . આમ ,
- માનવીએ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને દૂષિત અને નુકસાન કર્યું છે. .
૩) માનવ અને પર્યાવરણનો સંબધ સમજવા માટે :
- માનવીની પ્રત્યેક જરિયાતો. પર્યાવરણ ઉપર આધારિત જોવા મળે છે.
- માનવી જમીન ઉપર રહે છે અને જમીન દ્વારા ખોરાક મેળવે છે
- આમ , ખોરાક , પાણી , હવા , જમીન વગેરેનો સમન્વય એટલે પર્યાવરણ અને દરેક જીવંત સજીવ તેના પર નિર્ભર રહે છે
4) પર્યાવરણના રક્ષક આંદોલનો કરવા ;
- આધુનિક યુગમાં જેમ જેમ ઉધોગીકરણ , શેહરીકરણ વધતું જાય છે તેમ તેમ જંગલોનો વિનાશ થતો જાય છે
- આ સમયે પર્યાવરણ પ્રેમી પર્યાવરણનું રક્ષક કરી તેની સુરક્ષા કરતા જાય છે
5) પર્યાવરણ અંગેના NGO ની ભૂમિકા ;
- પર્યાવરણનું મહત્વ શું છે અને તેની સંભાળ તેમજ સુરક્ષા અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે NGO અનેરો ભાગ ભજવે છે .
- આમ , N.G.O યે પર્યાવરણના રક્ષણ , જાણવણી અને જતનનું ઉમદા કામ કરે છે .